Gujarati Song videos by S Gor Watch Free

Published On : 20-Jul-2022 12:23pm

304 views

: ભુપેન્દરસિંઘે ગાયેલી ગુજરાતી ની આ અત્યંત દર્દ ભરી કવિતા જેના કવિ છે રાવજી પટેલ અને એ કવિતામાં પણ કવિનું દર્દ ભારોભાર છે અને ભૂપેન્દરસિંઘ એને પૂરો ન્યાય આપ્યો છે.

એવું કહેવાય છે કે કવિ રાવજી પટેલ ની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી અને એમને ટીબી ક્ષય થયેલો અને જીથરી હોસ્પિટલ માં હતા (હોસ્પિટલ કદાચ કોઈ બીજી હોઈ શકે) અને જ્યારે એમને મૃત્યુનો અણસાર આવી ગયો હતો. તેમને ખબર પડી ગઈ હતી કે હવે બહુ થોડા દિવસોમાં મારે આ દુનિયામાંથી વિદાય લેવાની છે આ દીપક હવે બુઝાઈ જવાનો છે ત્યારે તેમણે એ છેલ્લા દિવસોમાં.... મારી આંખે કંકુના સુરજ આથમ્યા.... રચના કરી હતી.
કવિના એ દર્દને ભુપેન્દરસિંઘે કે પોતાની ગાયકીમાં પૂરેપૂરું આત્મસાત કર્યું છે
કવિ રાવજી પટેલની આ રચના ભૂપીન્દરસિંઘ ના સ્વરમાં ઓલ ટાઈમ ગ્રેટ બની ગઈ. અમર રચના બની ગઈ.

1 Comments

Nilay videos on Matrubharti
Nilay 2 year ago

Ossam 👌👌👌👌

Related Videos

Show More