Gujarati Motivational videos by KiRiT jAmAni Watch Free

Published On : 12-Jun-2020 12:33am

470 views

કહેવાય છે કે રાત્રી એ મનની શાંતિ લઈને આવતા શુકુનભર્યા પ્રહરનો કુંજ છે. પણ, જેનો પ્રિયતમ દૂર પાદરમાં કે વિદેશની ધરતી પર બેઠો હોય અને રાત્રીની ચીર શાંતિ ફાડીને હૃદય યાદોના વમળથી આક્રંદ કરતું હોય અને એવામાં ઢેલડ સાથે પ્રમોદ કરતો મોર બોલે ત્યારે વિરહીણીના દિલમાં સોસરો સેયડો પડે કે મારો કંથ, મારો નાથ, મારો પ્રીતમ જોડે હોત તો? આમ વિચારી મોટો નિસાસો નાખે છે અને સવારે પોતાની સખી આગળ મોરલાની ફરિયાદ કરે છે.. આમ કૃષ્ણભક્તિ સાથે વિજોગણ સ્ત્રીની લાગણીઓનો અજોડ ઉલ્લેખ આ ગીતમાં થયેલ છે... અદ્ભૂત રચના છે.
#ગુજરાતી સાહિત્ય તરફ એક પ્રયાણ.🙏
✍🏻 *K.V.*
#નિર્દય

2 Comments