Gujarati Poem videos by Gaurang Trivedi Watch Free

Published On : 21-May-2020 10:55pm

290 views

સત્ય છું ,શિવ છું ,તત્ત્વમાં તેજ હું ,વિશ્વે વ્યાપ તો બધો ; હું જ વિસ્તાર છું .
બોધ છું, શોધ છું ,ભક્તિનો ભાવ હું ,દિશ-દિગંત દેખતો; હું જ નિરાકાર છું .
જ્ઞાન છું, વિજ્ઞાન છું ,અનંતનોય અંત હું ,શોભતો દૂર હું, તેજનો ; નિખાર છું .
મર્મ છું ,ધર્મ છું ,કાર્યમાં કર્મ છું, બુદ્ધિ દાતા બધો, હું જ સૌનો ; સાર છું.
શસ્ત્ર છું ,અસ્ત્ર છું ,વિદ્યાઓ સમસ્ત છું, જે ભજે જે રૂપે; તેનો હું સ્વીકાર છું.
જ્ઞાન માં ,ધ્યાન માં, સાંખ્ય કે વૈશેષ માં,વ્યક્ત થતાં વેદનો; હું જ તો વિચાર છું.
દૂર છું ,પાસ છું, ધ્યાની ઓ નું ધ્યાન હું ,સગુણ ભક્તિ મહી ;રૂપ હું આકાર છું .
શબ્દ છું ,ભાવ છું ,અર્થની તાકાત છું ,લેખની લખાવતો; હું જ તો આચાર છું.
સૂર છું ,સંવાદ છું , સમસ્ત શાસ્ત્રાર્થ થશોછું, નિર્ગુણી નો નાથ એવો; હું જ ૐ-કાર છું .
વાદ્ય છું ,આદ્ય છું ,અનાદિ જન્મો પછી, શરીર ધારણ કરી; સગુણ સાકાર છું .

---------ગૌરાંગ ત્રિવેદી 'ઢ
( ગોંડલ )

0 Comments

Related Videos

Show More