Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 08-Feb-2020 10:53am

250 views

*મારાં વાચકોનો ખૂબ ખૂબ આભાર.🌹🙏🌹*

મારી પ્રેમવાસના સિરીઝ 2 ની " *રિવેન્જ"* નવલકથાને સહુ વાચકોએ ખૂબ વાંચી ખૂબ સરાહી. આપ સહુનો ખૂબ ખૂબ આભાર. એને અગ્રગણ્ય શ્રેણીમાં મૂકી પસંદ કરવા બદલ અભિનંદન.🙏.
પ્રેમવાસના સિરીઝની 3 જે " *પ્રેત યોનિની પ્રીત"* ખૂબ રસપ્રચુર વર્ણન., રસીલી વાર્તા, રહસ્ય, અને અનોખા પ્રેમની કથા લઈને આવી રહી છે જે આપને ખૂબ પસંદ આવશે જ એની ખાત્રી આપું છું.
વાર્તાના અંત માટે ઘણાં વાચકોના પ્રતિઘાત, મંતવ્ય, મેસેજ અને ફોન પણ આવ્યા .આટલાં વિશાળ પ્રમાણમાં બિરદાવવા માટે આપનો ઋણી છું.
વાર્તાની શરૂઆત અને અંત વાર્તાને રસપ્રદ બનાવવા, વાર્તાના વિષય અને પાત્રના ચરિત્ર અને એની વાસ્તવિકતા ઉપર અવલબે છે. મારો સતત પ્રયત્ન રહે જ છે કે વાર્તા શરૂઆતથી અંત સુધી વાચકને પકડી રાખે અને હવે શું થશે એ રહસ્ય અકબંધ રહે..તેનાથી જ આપ આનંદ લઈ શકો છો તમારાં જ મનોરંજન માટે એક એક પ્રકરણ રસપ્રદ મનોરંજીત બનાવું છું..
નવી આવનાર નવલકથા " *પ્રેત યોનિની પ્રીત"* ને પણ ખૂબ વધાવશો એવો સંપૂર્ણ વિશ્વાસ છે. ખૂબ ખૂબ આભાર.
દક્ષેશ ઇનામદાર "દિલ"..

2 Comments

Dakshesh Inamdar 2 week ago

Thank you very much

Kano 2 week ago

બહુ મજા આવી વાંચવાની તમારી બધીજ વાર્તા ખૂબજ રસપ્રદ છે

Related Videos

Show More