Gujarati Shayri videos by ANKIT THAKKAR Watch Free

Published On : 09-May-2019 10:09am

172 views

?મુસાફીર હું મુસાફીર છું?

મુસાફીર હું મુસાફીર છું, લહેરની વાટ લેવી છે,
મળે સથવારો જો સારો, તો એક બે વાત કેવી છે...ટેક

ગવનના છાંયડા નીચે, હજારો ગાંવ હાલીને (૨)
આવે આફત સાથીને, તો એની ઘાત લેવી છે.
*મુસાફીર હું મુસાફીર છું...૧

આકાશે ચાંદ તારાને, નીચે ધરતી અમારી છે, (૨)
સમંદર તો હૈયામાં છે, એવી ઘુઘવાટ લેવી છે...
*મુસાફીર હું મુસાફીર છું...૨

હુંયે તમારા જેવો છું, મારી તાસીર જુદી છે, (૨)
મળે જો હેતું સાચા, તો હવે ચોપાટ લેવી છે...
મુસાફીર હું મુસાફીર છું...૩

બધી દુનિયા તમારી છે, અમારે કાંઇ ના જોઇએ, (૨)
તમારા બાગની એકજ, કળી સંગાથ લેવી છે...
મુસાફીર હું મુસાફીર છું...૪

તમારી હેડકી આવે, તોઇએ આ "રાજ" રાજી છે, (૨)
આખું આયુષ્ય આપીને, એક મુલાકાત લેવી છે...
મુસાફીર હું મુસાફીર છું...૫

રચના - ગાંડી ગીર નો ડણકતો સાવજ
પ્રકૃતિ પ્રિય કવિ શ્રી "રાજભા ગઢવી"
ટાઇપિંગ - 'કેતન પંચાસરા'

ગીરની પ્રકૃતિના રંગે રંગાયેલ ચારણ કવિ શ્રી રાજભા ની કર કલમે કંડારેલ કવિતાઓનો પ્રથમ કાવ્ય સંગ્રહ એટલે...
ગીરની ગંગોત્રી માંથી...

|| ગઝલ ||

(ઢાળ - મુજે હે કામ ઇશ્વરસે)

0 Comments

Related Videos

Show More