Gujarati Religious videos by Devang Dave Watch Free

Published On : 20-Mar-2019 09:39am

367 views

અકોણો રંગ ગુલાલ
ભિતર થયો રંગ શ્યામ

કેસુડો ઘોળ્યો કેસરી
માટીમાં ભળ્યો રંગ લાલ

અબીલે વેરી ધવલતા
છેવટે વધ્યો રંગ રાખ

સંસાર તારો શતરંગી
મેઘધનુષી રંગ પ્રકાશ

ભુરૂ આકાશ ધરા લીલી
સઘળે વ્યાપક રંગ શ્યામ
-દેવાંગ દવે ©

0 Comments