Gujarati Good Morning videos by AJ Arpit Watch Free
Published On : 11-Dec-2018 08:00am479 views
61 Comments


ઉદિત ભાઈ, મને પણ તમારી સાથે તંદુરસ્ત ચર્ચા કરવાની ખૂબ મજા આવી. ખાસ મજા તો તમારી વાતો તમારી કાવ્યાત્મક-'રચનાત્મક' શૈલીમાં માણવાની.

નિરજ ભાઈ, એ જ 'ભૂત-ભવિષ્ય'ની ચિંતા કરવામાં વર્તમાન ભુલાઈ ન જ જવો જોઈએ...આ પ્રકારના નબળા વિચારો ની જ તો આપણે સફાઈ કરવાની છે....ચાલો આજે તમે પણ આ વિચારની સફાઈ કરો અને નિર્ણય લો કે તમે તમારા વર્તમાનને ભરપૂર રીતે માણશૉ.

ઉદીત ભાઈ, વર્તમાનમાં જીવવાનું રહસ્ય માત્ર એટલું જ છે કે કોઈ પણ પ્રકારના ભય વગર "મન" કહે એ પ્રમાણે "મગજ" ની હાજરીમાં નિર્ણયો લઇને જીવવું.

શિવ ભાઈ, ખૂબ સરસ વાત કરી તમે. બાળકની જેમ 'અભાન' અવસ્થામાં 'સભાન' બનીએ. ક્યા બાત.

જીંદગીમાં કેટલાક સપનાં અધૂરાં રહી જાય છે કેટલીક વાતો આજીવન સ્મૃતિ બની રહી જાય છે કંઈ કેટલુંય વાગોળવા માટે હોય છે કોઈ દુખ આપે છે તો કોઈ સુખ આપે છે આ અવીરત ચાલ્યા કરતાં સમયનાં ચક્ર સાથે કોઈ આગળ નીકળી જાય છે તો કોઈ પાછળ રહી જાય છે બસ ભુત-ભવિષ્યની ચિંતામાં વર્તમાન ભૂલાઈ જાય છે આ જ જીંદગી છે આજ જ જીંદગી છે સમજાય તો ઘણું સહેલું છે
લિ. Butter Boy

#Ajarpit વાત છે તમારી સાચી અવશ્ય,
સ્વીકારીસ હું પણ નહીં કરું હાસ્ય,
શક્ય નથી તરછોડવો ભૂતકાળ કે ભવિષ્ય.
પણ વર્તમાન માં જીવવા નું છે કોઈ રહસ્ય,

ઉદિત ભાઈ, ખૂબ જ સરસ અભિવ્યક્તિ કરી તમે તમારી લાગણીની. તમારી જેમ કાવ્યાત્મક રીતે તો લાગણીઓની વાતો નહીં કરી શકું. પણ હા એટલું જરૂરથી કહીશ કે "નૂર" હંમેશા ભૂતકાળ અને ભવિષ્યની નકામી ચિંતા અને વિચારથી જ નબળું પડતું હોય છે. માણસે ભુતકાળ ભૂલી, ભયમુક્ત થઈ ભવિષ્ય તરફ નજર માંડી અને વર્તમાનનો ભરપૂર આંનદ માણતા માણતા જીવન જીવવું જોઈએ....બરાબર ને?...આશા છે આ વાતનો જવાબ પણ તમે તમારા કાવ્યાત્મક અંદાજમાં આપશો?

સ્વેચ્છા થી સ્વ ના મન ની સફાઈ તરફ ત્યારે જ કરી શકાશે જ્યારે લોકો ને જવાબ આપવા નું બંધ કરીને પોતાની ખુશીઓ ને લાગણીઓ પ્રત્યેની જવાબદારી માટે બાળકો ની જેમ અભાન અવસ્થા માં સભાન બનીએ.........

#Ajarpit જીવવી છે આ જિંદગી મારે પણ ભરપૂર
, પણ કાંઇક કરી રહ્યું છે મને તેનાથી દૂર,
શુ છે તે શોધ્યું છતાં ના મળ્યું મને ,
ડર એટલોજ છે કે, તે છીની ના લે મારુ નૂર.

ઉદીત ભાઈ, " દર્પણ નો દોષ નહોતો, ચહેરો જ થઈ ગયો હતો જાંખો"...વાહ, ખૂબ જ સરસ પ્રયત્ન. પણ જિંદગી અધૂરી ના રહેવા દેતા, આંખ બંધ થાય એ પહેલાં ભરપૂર જીવી જ લેવી.?

#AjArpit દર્પણ નો દોષ નહોતો ,ચહેરો જ થઈ ગયો હતો જાંખો,
ઊંચા આકાશ માં ઉડવુ હતુ, પણ જડી નહીં પાંખો,
ખિસ્સા હતા ખાલી છતાં, સેવ્યા સપના લાખો ,
જિંદગી રહી ગઈ અધૂરી, પણ બંધ થઈ ગઇ આંખો .

વિજયસિંહ, સ્વછંદતા એ સ્વતંત્રતાના અતિરેક થી ઉતપન્ન થાય છે. જીવનમાં સ્વતંત્રતા જરૂરી છે પણ સાથે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે સ્વતંત્રતા એ સ્વછંદતા નામના 'માનસિક કચરા'માં રૂપાંતરિત ના થાય.

રાજ ભાઈ, જો કચરો જ ન ઉભો થવા દેવો હોઈ તો મનનું સ્વચ્છતા અભિયાન ચાલુ જ રાખવું પડશે રોજ.

અખિલ, સાચી વાત છે મિત્ર તમારી. કોઈ વિચારકે કહ્યું છે પ્રમાણે ગામ, શહેર, રાજ્ય, દેશ બધાને સ્વચ્છ રાખવાની શરૂઆત ઘરના આંગણેથી થાય છે.

bro the clean india is a good idea but we need to change ourselves to clean the area where we live. Because "pehla manas svachchha thase to desh dhire dhire swachchha potani mele thai jase."

chalo man na ubhra nikadie .....man ma santayela balak ne farithi janm apie....ane nava janam thi loko ne maanva ni sharuat karie....man na dustbin ne aaj thi j khali kari daie ....ane sabandho ni ujavani karie...!!!!

દિપક ભાઈ. મનની સ્વચ્છતા માટે વાંચન, વિચાર, વિમર્શ, રચનાત્મકતા આ બધી બાબતો જરૂરી છે...આવી બાબતોમાં કેળવણી લાવવી એ જ મનની સફાઈના સાધનો બની રહેતા હોઇ છે.

આશિષ ભાઈ. ના સમય નહીં, અસ્વચ્છતા તો માત્ર ત્યારે ફેલાતી હોઈ છે જ્યારે આપણે સ્વચ્છતા રાખવાનું બંધ કરી દેતા હોઈએ છીએ....જેમ આપડે રોજ સવારે કચરો વાળીને ઘરને સાફ રાખીયે છીએ એમ રોજ આપણી જાતને પણ સાફ રાખવી પડે...રોજ વિચારવું પડે કે આજે મારા સ્વાભાવમાં, વર્તનમાં, વાણીમાં શુ સ્વચ્છ કરવા જેવું છે...તો અસ્વચ્છતા ફેલાશે જ નહીં.

#AJArpit વજન છે બહુ હું ઉઠાવી નહીં શકું, થોડુંક હું જતું કરું અને થોડું તું જવા દેજે, આ વજન છે નહીં કહેલી લાઘણીઓનું, થોડું હું કહું, થોડું તું કહી દેજે.
ખર આવા વિચારો જોએક નેતામાં હોય તો સુધારો જલ્દીથી થઈ શકે.....AJ ખૂબ સરસ વિચારો રજૂ કર્યા....